અમે સક્ષમ છીએ

  • 3.2k
  • 2
  • 1k

અમે સક્ષમ છીએ....વિરાજ: બસ,ભાઈ અહીંયા જ સાઈડમાં ઉભી રાખો.( વિરાજ રિક્ષામાંથી ઉતર્યો તેની સામેના બીઆરટીએસ બસ સ્ટેન્ડ માં જવાનું હતું)તેણે પોતાના પાકીટમાંથી પચાસ રૂપિયાની નોટ કાઢીને રિક્ષાવાળાને આપી તે છૂટા લેવાનું પણ ભૂલી ગયો અને ઝડપથી બીઆરટીએસના સ્ટેન્ડ તરફ ભાગ્યો. રિક્ષાવાળા ભાઈ એ પાછળથી બુમ મારી પણ તે સાંભળ્યા વગર ચાલ્યો ગયો.બસની ટિકિટ લઈને તે અંદર સ્ટેશનમાં બેઠો ખરેખર આજે તે ખૂબ જ તણાવ તથા ટેન્શનમાં હતો કારણકે આજે તેનું 12th સાયન્સનું પરિણામ ખૂબ જ ખરાબ આવ્યું હતું તે એક વિષયમાં ફેલ થયો હતો. વાંક તેનો ન હતો કારણ કે પરીક્ષા ના સમયે તેને ટાઈફોઈડ થયો તેથી તે એક વિષય