આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૨હાબિદને લઇને ટીમ ક્રાઇમ બ્રાંચ પહોંચે છે. ખાન સાહેબ કુંપાવત સાહેબ, ઇન્સપેક્ટર સિંઘ અને ક્રાઇમ બ્રાંચની ટીમનું હાબિદને પકડવા માટે અભિવાદન કરતા હતાં ત્યાં ગફુરનો ફોન આવે છે."બોલ ગફુર, તું કયાં છે. તે આખરે કામ કરી બતાવ્યું .."ખાન સાહેબની વાત અટકાવી ગફુર બોલ્યો, "સાહેબ, બધી વાતો પછી કરીએ. પહેલાં હાબિદને ક્રાઇમ બ્રાંચથી ખસેડી ખાનગી જગ્યા પર લઇ જઇ પુછપરછ કરો. જો મીડીયામાં તેની ધરપકડની વાત લીક થઇ તો તમારે તેને મેજીસ્ટ્રેટ સામે રજુ ...""હા હા. તારી વાત સાચી, અમે આ વિશે વિચાર્યું જ નથી પણ હાબિદને ઉપલક જ રાખવાનો છે. અને