પ્યાર તો હોના હી થા..!ભાગ-૬ ❤ પ્રેમના વિરહમાં ગેરમાર્ગે જતી જિંદગી ❤????????????? દીપિકા નિગારને મુંબઇ તો લઇ આવી પણ એને આ પરિસ્થિતિ માંથી બહાર લાવવી અઘરું હતું. દીપિકા જાણતી હતી કે નિગાર જિદ્દી છે. જે વસ્તુ એને ગમે એને હાંસિલ કરવા એ પોતાની જાત ઝોકી દે. વસ્તુ હોત તો દીપિકા લાવી આપેત પણ હવે ઈરફાનને ક્યાં શોધવો. ના કોઈ કોન્ટેક્ટ, ના કોઈ માહિતી કરે તો દીપિકા પણ શું કરે? નિગાર ચહેરા પર ઉદાસી લઈને બેસી રેહતી. ઈરફાન જાણે નિગારનો શ્વાસ બની ગયો હોય અને એની ગેરહાજરીથી નિગાર રૂંધાતી હોય એવું મહેસુસ થતું હતું. દીપિકા અને નિગાર ઘણાં