અમે બરફના પંખી કથા વસ્તુ. ઘરની બહાર,દેશની બહાર નીકળીએ ત્યારે અવનવા અનુભવો થાય.નવું જાણવાનું, જોવાનું મળે. મિત્રો,સગા-સંબંધીઓને કહેવાનો ઊમળકો થાય,તેમને પણ નવું જાણવાની જીજ્ઞાસા જાગે.અમેરિકા વિષે અત્યાર સુધી ઘણા મુલાકાતીઓએ ઘણું બધું લખ્યું છે. પ્રશ્ન એ થાય છે કે અમેરિકા વિષે નવું શું લખવું ? આપણા વરિષ્ટજનો- સીનીયર સીટીજનો- ભારત દેશમાં મુક્ત અને સ્વૈરવિહારથી ટેવાયેલા હોય છે.નયન નેનપુર અને કાન કાનપુર મુકીને શારીરિક પંગુતા લઈને અમેરિકા જેવા ઠંડા પ્રદેશમાં આવે છે ત્યારે પેંગ્વીન જેવા પાંખો હોવા છતાં ઊડી ના શકતાં બરફના પંખી જેવું પરાવલંબી જીવન જીવવું પડે છે. તેઓની વ્યથા અને કથા અને અમેરિકાનું વાતાવરણ, રહેણી કરણી તથા