મનસ્વી - ૧૩

(83)
  • 4.6k
  • 4
  • 2.3k

“ડાર્લિગ, તૈયાર છું ને! બસ દસ મિનિટમાં પહોંચ્યો.” મોબાઈલની રીંગ વાગતાં વિચારોમાં ખોવાયેલી મનસ્વીના કાનને આજે ‘ડાર્લિંગ’ શબ્દ ખૂંચ્યો. મનમાં વિચારોનું ઘમસાણ ચાલતું હતું મનસ્વીને અંતરમનનો એક અવાજ જાણે સંભળાયો, “મનસ્વી, હમણાં સાગર સાથે એકદમ નોર્મલ રહે. જીવનને કયો વળાંક આપવો તે સમય આવે નક્કી કરજે.” એણે મોબાઇલમાં એને ગમતું રીલેક્સેશન મ્યુઝિક સેટ કર્યું અને સાગરના આવવાની રાહ જોતી બેઠી.