“અપરાધ”

(119)
  • 3.9k
  • 8
  • 1.5k

“અપરાધ” વરસાદના એંધાણ વીજળીના ચમકારા અને ગર્જનાઓએ આપી દીધા હતા. સવારથી ચોફેર પથરાયેલું વરસાદી વાતાવરણ સતીશને પ્રફુલ્લિત કરી રહ્યું હતું, એક મોટા પ્રોજેક્ટનું કામ સતીશે પૂર્ણ કર્યું હતું એનો આનંદ પણ હતો, ઓફીસ કામના બહાને બે વખત તાન્યાને કેબીનમાં બોલાવી હતી અને સતીશ પણ આજે એ વરસાદી વાતાવરણની લિજ્જત માણવા તાન્યાને એની સામે બેસવા આગ્રહ કરી રહ્યો, તાન્યા એનું કામ પડતું મુકીને કેબીનમાં આવી હતી પણ સતીશ આજે અહલાદક વાતાવરણમાં તાન્યાનું સૌન્દર્ય આંખોમાં ભરી રહ્યો, એનું તોફાન આજે ચરમ સીમાએ હતું, આવું ક્યારેય ન બનતું પણ તાન્યાએ પાંચ વર્ષની નોકરીમાં એના કામણ પાથરી રાખ્યા હતા