અભિમન્યુ

(44)
  • 4.2k
  • 3
  • 637

     સવારે સાડા પાંચ વાગે અલાર્મ વાગ્યો.. ઝડપથી ઉઠીને અલાર્મ બંધ કર્યો. નિમેષની ઊંઘ ના બગડે તેમ નિત્યક્રમ પતાવી નીતા સીધી રસોડામાં ગઈ.      હજુ ગઈકાલે જ તો હનીમૂન પરથી પાછા ફર્યા હતા. લગ્ન પછી તરત હનીમૂન માટે નીકળી ગયા હતા તેથી પરિવાર સાથે પરિચય સાધવાનો તેનેે મોકો જ નહોતો મળ્યો. પણ આજે પહેલા જ દિવસથી સૌ ની નજરમાં આદર્શ  બહુ બનવા ના પ્રયત્ન સાથે તેણે શરુઆત કરી. સૌ ના ગમા-અણગમા વિષે તો તેણે નિમેષ પાસેથી જાણી જ લીધું હતું, બાકી માતા પાસેથી મળેલી સલાહ પણ સાથે હતી. હવે મન જીતવા માટે યુદ્ધ પ્રયાણ કર્યું.     સૌ પ્રથમ સૌ