વીષાદ યોગ- પ્રકરણ - 5

(209)
  • 8.8k
  • 5
  • 5.5k

કશિશ કૉલેજના ગેટની બહાર રાહ જોઇને ઊભી હતી. આજે રવિવાર હોવાથી કૉલેજ બંધ હતી. કશિશ ઊભી ઊભી વિચારતી હતી કે નિશિથને તેનું શું કામ હશે? કેમ તેને આજે અહીં મળવા બોલાવી હશે? શનિવારે કૉલેજથી છુટીને કશિશ સ્કુટી લઇને જવાની તૈયારી કરતી હતી ત્યાં નિશિથ તેની પાસે આવીને બોલ્યો “કશિશ મારે તારું થોડું કામ છે. તું મને કાલે મળી શકીશ?” “હા કેમ નહીં? ક્યારે મળવું છે બોલ?” કશિશને આ સાંભળી નવાઇ તો લાગી કેમકે તે લોકો તો ખૂબ સારા મિત્રો હતા. ગૃપમાં બધી જ વાતો થતી તો પછી એવું શું કામ છે કે નિશિથ તેને રવિવારે એકલો મળવા માગે છે?