સેલ્ફી ભાગ 2

(362)
  • 5.7k
  • 9
  • 3.6k

કહેવાય છે અંગ્રેજો વખતે એ આઈલેન્ડ પર એક મેન્ટલ હોસ્પિટલ હતી જ્યાં મેન્ટલી ડીસ્ટર્બ દર્દીઓને લાવવામાં આવતાં. હકીકતમાં ત્યાં એમની પર મેડિકલ એક્સપિરિમેન્ટ કરવામાં આવતાં અને એનાં લીધે ઘણાં દર્દીઓ ત્યાં મૃત્યુ પામ્યાં. ઈસ.1890 માં ત્યાં એક બિરજુ નામનાં સિરિયલ કિલર ને લાવવામાં આવ્યો જેનાં પર 22 લોકો ની હત્યાનો આરોપ હતો.એને કોર્ટે સબુતોનાં આધારે ફાંસી ની સજા ફટકારી હતી પણ એ ચુકાદો સાંભળી પાગલ થઈ ગયો.એને ત્યારબાદ ડેથ આઈલેન્ડ પર સારવાર માટે લાવવામાં આવ્યો..એક મેડિકલ એક્સપિરિમેન્ટ વખતે એનું મોત થઈ ગયું.એ દિવસ પછી એની આત્મા એ ત્યાં બધાં ડોક્ટરો ની હત્યા કરી નાંખી..એ ઘટના બાદ એ આઈલેન્ડ હજુપણ સુમસાન જ પડ્યો છે..ઘણાં લોકો નો દાવો છે કે ત્યાં એ બિરજુ ની આત્મા હજુપણ ભટકે છે..