રહસ્યના આટાપાટા - ભાગ 7

(137)
  • 5.7k
  • 5
  • 3.3k

સૂરજથી ભાગતો અંધકાર સાંજ ઢળતાં માથું ઊંચકવા લાગ્યો હતો. ચંદ્ર વાદળની ચાદર પાછળ અલોપ થઈ ગયો હતો અને શેરીઓમાં ધુમ્મસ ફરી વળ્યું હતું. થાંભલા પર લટકી રહેલા ફાનસ ચામડી પર પડેલા લાલ ચકામાની જેમ પોતાની હાજરી પૂરાવતા હતા. પવન એટલો ઠંડો હતો કે તેનો સ્પર્શ ટાંકણીની જેમ ચૂભે પણ ઠંડી અને અંધકાર છતાં શહેરની ચહલપહલ અટકી ન હતી, અવિરત ધબકતા હ્રદયની જેમ તે ધબકી રહી હતી. ત્યારે અટરસનના ઘરમાં પૂરતો ગરમાવો હતો. ભઠ્ઠીમાં સળગતી આગની રોશનીથી રૂમના ખૂણામાં ગોઠવાયેલી વાઇનની બૉટલો ભપકાદાર લાગતી હતી. અટરસન પોતાના હાથ શેકતો હતો અને સામે એક પુરુષ બેઠો હતો. તે માણસ