ઓફીસ નં ૩૦૮ - ભાગ ૧૧

(132)
  • 3.7k
  • 6
  • 1.9k

મંથન અને મુક્તિ બંન્ને ઓફીસ જવા નીકળ્ય‍ા. બંન્ને હોલ માં પહોંચ્યા. ત્યાં તેમને દાદાજી મળ્યા તેઓ દાદાજી ને  પગે લાગ્યા. " સદા સુખી રહો. " " થેંક યુ દાદુ " " વેલકમ બેટા તો ફાઈનલી તે મુક્તિ નો સ‍ાથ આપવાનુ વિચારી જ લીધું " " યેસ દાદુ " " થેંક યુ દાદાજી તમારા લીધે મને મંથન નો સાથ મળ્યો. નહી તો આ લડાઈ મારે એકલાં જ લડવી પડત " " અરે બેટા તારા દાદી પાસેથી હું આ વાત શીખ્યો છું. કે હંમેશા સાથ આપવો. તારા દાદી એ પણ મને જીવતા જીવ બહુ સાથ આપેલો. " " ઠીક છે દાદુ અમે