યે રિશ્તા તેરા મેરા 2.10 તુ શુ જમીશ? આજે તારે સોમવાર છે...નિરવા મોબાઇલમા બોલી રહી છે. તને જે ગમે તે બનાવજે..એમ પણ મારી પસંદની તો તને ખબર જ છે. જયદિપ બોલ્યો. નિરવા;હમમ્મ ઓ ભાઇ આ કોબીજ કેટલાની છે? ભાઇ;બેન લઇ લો....20ની જ છે.. ઓહ...આપી દો પેક કરી દયો. નિરવા એ ક્યારેય પણ આવા કામ નહી કરેલા, પણ પોતે જબરદસ્તી જયદિપ જોડે મેરેજ કરેલાને જયદિપને આવી બધી નાની બાબતો ખુબ જ ગમે એટલે તે ખુદ માર્કેટમા શાકભાજ લેવા આવેલી.. હવે તેને ફાવી ગયુ એમ કહી શકાય.થોડું થોડું. તેને પૈસા આપ્યાને આગળ જવા ગઇકે તેને કોઇ જાણીતુ દીખાયુ,તેણે જોયુ કે તરત જ