લંકા દહન 3

(26)
  • 3.4k
  • 2
  • 1.5k

જગદીશની વાતો સાંભળીને રમણ ઉભો થઈને એના પગમાં પડી ગયો. " ખરેખર તું જગદિશાનંદજી મહારાજ જ છો. હે પ્રભુ મને તમારો દાસ જાણી આપની સેવામાં રાખો. હું આ નિષ્ઠુર અને સ્વાર્થી દુનિયામાં અથડાતો કુટાતો એક ક્ષુદ્ર અને પામર જીવ છું" જગદીશે પગમાં પડેલા રમણને ઉભો કર્યો. "ખરેખર તું મારી સાથે રહેવા માંગે છે કે મજાક કરે છે ?" "જો, શક્ય હોય તો મારે પણ અહીં તારી સાથે રહી જવું છે, જલસા કરવા નહિ હો, પહેલા વિચાર્યું હતું કે થોડા દિવસ તારી સાથે રહીને આનંદ કરીશ. પછી તારી પાસેથી થોડા પૈસા ઉછીના માગીને મારા કીચડ જેવા સંસારમાં પાછો ચાલ્યો જઇશ. પણ