વાત્સલ્ય

(40)
  • 3.7k
  • 1
  • 980

વૃધ્ધાશ્રમ મા કાગડોળે રાહ જોવાઇ રહી હતી. આજે પણ અજુૅન અને અંજલી આવવાના હતા હમેશ ની જેમ જ, ત્યાના વૃધ્ધો ને મળવા અને એમની જરુરિયાત ની વસ્તુઓ ભેટ સ્વરુપે આપવા. અજુૅન અને અંજલી દર પંદર દિવસે વૃધ્ધાશ્રમ ની મુલાકાત લેતા સાથે પોતાના ચાર વષૅ ના પુત્ર આરવ ને પણ લઇ આવતા. આરવ ને અહી ખુબ ગમતુ એનુ કારણ કાશી બા હતા. કાશી બા એને ખુબ વહાલ કરતા , ઘણી વાતાૅઓ સંભળાવતા આરવ ને નવી નવી વાતાૅ સાંભળી ને મજા પડતી. એ હમેશા આવી ને કાશી બા પાસે આવી બેસી જતો અને એની કાલી ઘેલી ભાષા મા વાતો કરતો. અંજલી ને