મનસ્વી - ૧૨

(84)
  • 4.7k
  • 5
  • 2.1k

મલય હજી કંઇક બોલતો હતો, પણ મનસ્વીનું મન જાણે ક્યાંક ખોવાઈ ગયું. બધું ગોળગોળ ફરતું હોય તેમ લાગ્યું, મોં પરથી લોહી ઉડી ગયું અને ચહેરો સફેદ પૂણી જેવો થઇ ગયો . મલય ચમક્યો, અરે! શું થયું મનસ્વી? આર યુ ઓકે? મનસ્વીએ મલય સામે જોયું, પણ તે શું બોલ્યો તેની ક્યાં ખબર હતી! તેના કાનમાં તો સતત બીજા જ અવાજો પડઘાતા હતા. સાગર, રિયા, આત્મહત્યા! બાઘાની જેમ તાકી રહેલી મનસ્વીની હાલત જોઈ, મલય ઉભો થઈને તેની પાસે આવ્યો. હલો, શું થાય છે? તને બીપીનો પ્રોબ્લેમ છે? હેવ યુ ટેકન યોર મેડીસીન? પ્લીઝ ટેલ મી સમથીંગ.