રેડલાઇટ બંગલો ૪૬

(521)
  • 12.9k
  • 11
  • 8.7k

રેડલાઇટ બંગલો -રાકેશ ઠક્કર પ્રકરણ- ૪૬ અર્પિતાને કલ્પના ન હતી કે હેમંતભાઇનો આ રીતે સામનો કરવો પડશે. તે હેમંતભાઇ સામે જવા માગતી ન હતી. તે પોતાને જોઇ પણ જાય તો ગામમાં એવું જાહેર કરી દે એમ હતા કે રૂપવતી અર્પિતા અસલમાં રૂપજીવીની છે. અને પછી તે ક્યારેય ગામ જઇને કોઇને પોતાનું મોં બતાવી શકે નહીં. વિનયને જ તેની અસલિયતની ખબર હતી. અને તેણે પોતાને આ રૂપમાં સ્વીકારી લીધી હતી. તે હવે બહુ જલદી આ ધંધો છોડી રહી છે ત્યારે હેમંતભાઇ મોટી મુસીબત બનીને આવી ગયા હતા. તેમનાથી છૂટકારો મેળવવાનું સરળ ન હતું. રચના હાજર નથી અને મીનાને દૂરથી બોલાવી શકાય