હેશટેગ લવ - ભાગ - ૫

(105)
  • 8.7k
  • 10
  • 3k

હેશટેગ લવ (ભાગ-૫)મારા વિચારો, મારી ઈચ્છાઓને વળ આપવા માટે મેં ડાયરી લખવાનું નક્કી કર્યું. બેડમાં ડાયરી લઈને બેઠી તો ખરી પણ શરૂઆત ક્યાંથી કરવી એ સમજાઈ રહ્યું નહોતું. બાળપણનો કક્કો આ ડાયરીમાં ઘૂંટવા લાગુ કે પછી મારી અંદર સ્ફુરતી એ યુવાનીના આવેગોને કંડારું. કંઈજ સમજાઈ રહ્યું નહોતું. હાથમાં રાખેલી પેન ને દાંત તળે દબાવી હું વિચારવા લાગી. ડાયરીમાં લખવાની શરૂઆત કરતાં પહેલાં જ વિચારોમાં મારુ આખું બાળપણ મારી આંખો સામે ફરી વળ્યું. પણ એમાંથી કયો પ્રસંગ ડાયરીમાં નોંધવો એ સમજાઈ રહ્યું નહોતું. હવે પેલા પુસ્તકના વિચારો મારા મનમાંથી સહેજ અળગા થયા હોય એમ મને લાગવા લાગ્યું. ડાયરી લખવાના વિચારોએ