નો-રીટર્ન-૨ ભાગ-૪૧ દાદુએ જે કહાની સંભળાવી તેનાં ઘણાં તારણો નિકળતા હતા. ઘણુંબધુ સમજાતું હતું. ઘણાં તથ્યો અને તારણો, સમીકરણોનાં સરવાળા- બાદબાકી મનમાં ઉદભવતાં હતાં. બ્રાઝિલનાં બિહામણાં જંગલોમાં છૂપાયેલો લખલૂંટ ખજાનો એ કોઇ મિથ્ય નથી, કે કોઇનું મનઘડંત તૂત પણ નથી એ તો દાદુની વાતો અને જે સબુતો અમને મળ્યા હતાં તેનાં પરથી સાબિત થતું હતું. જરૂર હતી તો ફક્ત એટલી જ કે એ રહસ્યને એકસૂત્રતાનાં તાતણે બાંધીને કેવી રીતે સમજી શકાય...! કોઇપણ રહસ્ય ત્યાં સુધી જ રહસ્ય રહે છે જ્યાં સુધી તેનો યોગ્ય જવાબ હાસીલ ન થાય. અહીં તો અમને ખજાના વીશે ઘણુબધું જાણવા મળ્યું હતું. દાદુની વાતોથી ઘણાખરા