અ રેઇનબો ગર્લ - 6

(61)
  • 5k
  • 5
  • 1.7k

                    અ રેઇનબો ગર્લ - 6જેસલમેરના દરેક પ્રખ્યાત સ્થળોની મુલાકાત લીધા બાદ અમે સેમ સેન્ડ ડ્યુમ્સમાં કેમ્પઇંગ કરવાનું નક્કી કર્યું, અમે ત્યાં ટેન્ટ બુક કરાવી દીધા, રાતે ડિનર કરીને અમે ત્યાંના ફોક ડાન્સની મજા માણી, ત્રણ યુવતીઓ ત્યાંના ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને અમારી સામે ડાન્સ કરતી હતી.ડાન્સ બાદ અમે કેમ્પફાયર કર્યું, ફાયરની ફરતે અમે બધા ગોઠવાઈ ગયા અને વાતો કરતા હતા, "ચાલો આપણે અંતાક્ષરી રમીએ, બધાએ ટર્ન બાય ટર્ન એક એક સોન્ગ ગાવાનું, કોઈ પણ સોન્ગ ચાલશે, જે સોન્ગ નહિ ગાઇ તેને પનીશમેન્ટ મળશે." હસ્તિએ નવો આઈડિયા આપ્યો."પહેલા હું સ્ટાર્ટ કરીશ"