રાધેયનો કાવ્ય સંગ્રહ

  • 5.1k
  • 1
  • 1.1k

પેશાથી હુ કવી નથી એક તબીબ વિદ્યાર્થી છું, પરંતું મારા મનનાં વિચારો , પ્રગટ કરવાની ઇચ્છાથી અહિ અમુક કવિતાઓ લખી છે, સાથે છેલ્લે સરસ મજાના હાઈકુ પણ છે જેમા સૌરાષ્ટ્રનાં નગરોનું ટૂંકું વર્ણન છે, તેં જરુર વાંચશો.ભક્તિ કવિતા: 1 રાધાકૃષ્ણ ગીતા છે કૃષ્ણ, જ્ઞાન છે રાધા જન-જીવનનું કલ્યાણ છે રાધા. તન છે કૃષ્ણ, મન છે રાધા કૃષ્ણનાં પ્રેમનો ભવન છે રાધા. વાયુ છે કૃષ્ણ, વેગ છે રાધા વાંસળીનાં સુરનો પ્રવેગ છે રાધા. પુષ્પ છે કૃષ્ણ, સુગંધ છે રાધા કૃષ્ણનાં સ્નેહનો સબંધ છે રાધા. તરસ છે કૃષ્ણ, પાણી છે રાધા અમર પ્રેમની કહાની છે રાધા. સુર્ય છે કૃષ્ણ, રોશની છે રાધા મોરપંખધારકની