તમાચો - 8

(64)
  • 3.1k
  • 5
  • 1.5k

(પ્રકરણ – ૮) લોહીનાં રીપોર્ટથી સંજુ અને સલ્લુ પરેશાન હતાં કારણ લાલ અક્ષરે લખેલ એ લેબોરેટરીની રીમાર્ક – ‘એચ આઈ વી પોસિટીવ’. એક જ નાની રિમાર્કના ઝટકાએ બંનેની મરદાનગીના લીરે લીરા ઉડાવી દીધાં. સંસ્કાર ઉઘાડા પાડી દીધાં. કુતુહલ, જીજ્ઞાસા અને બેખોફ થઇ શરૂ થયેલ રમતનું પરિણામ કેવું ખોફનાક, ઘોર હોય છે એ વિચાર તો ભોગવનારો જ કરી શકે. માનવીને શું હક છે બીજાની નિર્દોષ જીન્દગી સાથે રમવાનો, ચેડાં કરવાનો, છેડવાનો, જીન્દગી બરબાદ કરવાનો અને પેદા થનાર એક વધુ જિંદગીનો ? આ હેવાનિયત છે. પ્રશ્ન બંને માટે એ હતો કે કુટુંબ દ્વારા આવનારી જવાબદારીના પ્રશ્નોનો જવાબ આપવાનો. શું કહીશું ? શું