પ્યાર તો હોના હી થા..! - ૩

(59)
  • 3.4k
  • 6
  • 1.7k

પ્યાર તો હોના હી થા..!ભાગ-૩ ❤ કહાની મેં આયા એક નયા મોડ ❤ ------------------------------------------------- ઈરફાન ટીવી જોઈ રહ્યો છે. નિગાર એના બેડરૂમમાં ન્હાવા ગઈ છે. એટલામાં ઘરની ડોરબેલ વાગી. ઈરફાન થોડો આશ્ચર્યમાં પડ્યો કે અત્યારે નિગારના ઘરે કોણ હોઈ શકે? ઈરફાન ઉભો થયો અને ઘરનો દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતા જ સામે એક છ ફુટ હાઇટ , રંગે ગોરો , શરીરથી બોડી બિલ્ડર લાગતો એક યુવાન ઉભો હતો. "જી બોલો કોનું કામ છે?" ઈરફાનએ સામે ઉભેલા વ્યક્તિને સવાલ કર્યો. "તું કોણ છે?" વ્યક્તિએ થોડા ગુસ્સામાં સામે સવાલ કર્યો. "તમારે કોનું કામ છે?" "બહુ સવાલ ન કર.. તું અહીંયા કેમ આવ્યો