“નિયતિ મારે એક જગ્યા એ થોડું કામ છે. અને અત્યારે જ જવું પડશે .તને વાંધો ન હોયતો મારી સાથે આવશે?....પછી ત્યા થી સીધી તને તારા ઘરે મૂકી જઈશ. તને વાંધો નથી ને ?” નિયતિ એક સેકન્ડ વિચારી ને કહ્યુ ..“ ક્યાં જવાનુ છે ? ““ મારા ઘરે. જો તને કાઇ પ્રોબ્લેમ ન હોય તો. પપ્પા ની દવા ભુલાઈ ગઈ છે તો એમને ..”હર્ષવદનભાઇ નું નામ પડતા નિયતિ એ તરતજ હા પાડી. રસ્તા માં મેડીકલ સ્ટોરમાંથી હર્ષવદનભાઇ ની ડાયાબીટીસ ની દવા લઇ ને બંને ઘરે પહોંચ્યા. આગળ લાકડાંના પટ્ટામાંથી બનેલો છ ફુટ ઉંચો ગેઈટ જેને ડાર્ક કોફી રંગથી રંગેલો હતો. ગેઇટની જમણી