મૃગજળ - પ્રકરણ - 3

(206)
  • 6.6k
  • 9
  • 3.6k

કરણે ઓફીસ આગળ બાઈક રોકયું ત્યાં જ એનો ફોન રણક્યો. કરણે બાઈક સ્મોલ સ્ટેન્ડ પર કર્યું અને ખિસ્સામાંથી ફોન નીકાળ્યો. "હાય હેન્ડસમ." લહેકા ભર્યો અવાજ આવ્યો. "અરે, નીલમ! બોલ બોલ." "કહા પે હો જી?" નિલમે એના એ જ અંદાજમાં પૂછ્યું. "બસ ઓફીસ પહોંચ્યો હમણાં જ." કરણે ચાવી નીકાળતા કહ્યું. "કરણ, તને પાર્ટીમાં મળાયું જ નહીં એટલે થયું લાવ હેન્ડસમનો અવાજ સાંભળી લઉ." "ઓકે." "હમમમમ. ચલ બાય. વૈભવીને મારી યાદ આપજે." નિલમે ફોન મૂકી દીધો. કરણ મોબાઈલ ખિસામાં સરકાવી સડસડાટ દાદર ચડી ગયો.