નો-રીટર્ન-૨ ભાગ-૪૦ દાદુ હસ્યાં. પણ એ હાસ્યમાં મારા પ્રત્યે ઉપહાસ ભાવ બિલકુલ નહોતો. તેમનાં હાસ્યમાં અપાર મમતા છલકતી હતી. “ તને શું લાગે છે...? જો મેં સાવ આસાનીથી તેને આ બધું કહ્યું હોત તો એ માની લેત...? અને મને મુક્ત કરી દેત...? નહી..., આસાનીથી મળતી ચીજોનું લોકોને મન કોઇ મૂલ્ય હોતું નથી. જો આ કહાની મેં તેને સંભળાવી હોત તો કાર્લોસને એવું જ લાગ્યું હોત કે હું તેને ઉઠા ભણાવી રહયો છું. તેણે મને વધું ટોર્ચર કર્યો હોત. એટલે જ મેં યાદશક્તિ ક્ષિણ થવાનું નાટક ચાલું રાખ્યું હતું, અને આમ જોવા જાઓ તો એ કંઇ ખોટું પણ નહોતું.