રીયલ એસ્ટેટનું રિયલ મિરર

(41)
  • 3.7k
  • 2
  • 1.2k

અમદાવાદ - ગાંધીનગર હાઇવે - રાજમાર્ગથી બંકીમ પોતાની કાર ડ્રાઇવ આગળ વધી રહેલો. ભીડભાંડ ના એરિયામાંથી નીકળીને હવે મેહસાણા હાઇવે તરફ ગાડી આગળ વધી રહી હતી એ ઊંડા વિચારોમાં સરકી જઈને યંત્રવત.કાર હંકારી રહેલો એની કોઈ દિશા નક્કી નહોતી કે કઈ તરફ જઇ રહ્યો છે બસ ગાડી ફૂલ ઝડપે દૌડી રહી છે. આમને આમ કલોલ-છત્રાલ વટાવી એ મેહસાણા તરફ આગળ વધી રહ્યો છે. એના મનમાં 15-20 વર્ષના એનાં રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ તરીકેનાં વ્યવસાયમાં ઘણી લીલી સૂકી જોઈ લીધી છે. ઘણા પૈસા કમાયો ઘણાં ગુમાવ્યાં છતાં એની લાઇનમાં એ એક સફળ,બાહોશ અને પ્રમાણિક બ્રોકર ગણાતો. આજે સવારે પરોઢે ઊઠીને ખબર