ગઝલ સંગ્રહ ભાગ-૨

  • 7.3k
  • 2.8k

કોશિશ કર્યા કરું છુંનિ:શબ્દ થય ગયો છું,શબ્દોને શોધવાની કોશિશ કર્યા કરું છું,કોઈને પણ જાણતો નથી,ખુદને જાણવાની કોશિશ કર્યા કરું છુંસુખ-દુઃખ કોને કહેવાય તે હું કશુંય જાણતો જ નથી,હું સદાય તેને પરખવાની કોશિશ કર્યા કરું છું.અસફળતા મને મળી છે ઘણી વાર છતાં હું હાર્યો નથી,હું સફળતાને મેળવવાની કોશિશ કર્યા કરું છું.કોઈ કાઈ પણ કહે સહન કરું છું,અને ભૂલી પણ જાવ છું,આવી રીતે સંબંધો સાચવવાની કોશિશ કર્યા કરું છું.હૃદયની ભાવનાને વ્યક્ત કરું છું,કોઈની નકલ હું કરતો નથી,હું પોતાની રીતે આવું કંઈક લખવાની કોશિશ કર્યા કરું છું.