ઇજ્જતના રખોપા ( ભાગ - 1)

(61)
  • 3.9k
  • 8
  • 1.7k

રાતના બાર થવા આવ્યાં હતા. કૂતરાઓનું રડવું’ને શિયાળોની લાળીઓ સંભળાતી હતી.અને વળી પાછો આ જૂની લોલક ઘડિયાળના કાંટાનો અવાજ ટ્ક‌‌-ટ્ક ટ્ક‌‌-ટ્ક..... સ્મિતા પથારીમાંથી ઊભી થઇને ખુરશીમાં ગોઠવાઇ, સ્મિતાને પોતાના હૈયાની વાત કરવી હતી. પણ કોણે કહે? છેવટે સ્મિતાએ પોતાની જાત સાથે જ વાત કરવાનું શરૂ કર્યુ. “સ્મિતા, તું જે કઇ કરી રહી છે, તે ખોટું તો નથી ને?” “ના ના, પ્રેમ કરવો તે વળી ક્યાથી ખોટો હોય.” “પણ સ્મિતા,તારા મમ્મી-પપ્પાનુ શું?” સ્મિતા ઘડી બે ઘડી માતા- પિતાના પ્રેમ તરફ વળી પણ પાછી.......ના ના, હું તેમના જીવનમાં ન’તી ત્યારે પણ તે જીવતા જ હતાને... “ઓકે તો સ્મિતા, એક વાત કવ, એ