ભોપી - જીવી રહીયો છું

  • 3.2k
  • 1
  • 1.2k

જીવી રહીયો છું હા હવે જિંદગી જીવવાનું શીખી લીધું છે મેં.. એટલું બધું અઘરું પણ નોહતું, જોકે તું નથી હવે પણ સાલું હવે ફરક પણ ક્યાં પડે છે? હવે ક્યાં સમય છે કે તપતો સુરજ હોય કે અમાવાસ ની રાત ના અંધારા મા તારી ઓફીસ ની સામે ઊભા રહી ને તારી રાહ જોવી, હવે તો દરેક કામ મારા દિમાગ થી વિચારી ને થાય છે. પહેલા ની માફક દિલ નું નથી સાંભળતો. ગાડી પણ આરામ થી ચલાવું છું, કારણ કે હવે કોઈ મારી રાહ નથી જોતું હોતું, રસ્તા માં મારી નજર સુંદર ચહેરા માં તને નથી શોધ્યા કરતી! મિત્રો