ધ વિશ ઓફ ગોડ - પરમ ની ઈચ્છા

  • 2.9k
  • 1
  • 675

સાહેબ! કૈંક પૈસા આપો ને.. એક ભિખારી થાળી ધરી ને એક માણસ પાસે ભીખ માંગતો હતો.આ ભિખારી શરીર થી સ્વસ્થ હતો.પેલો માણસ દેખાવ ઉપરથી મધ્યમ વર્ગ નો લાગતો હતો.પેલા માણસે તેની સ્વસ્થતા જોઈ તેને સહજતાપૂર્વક કંઇક કામ કરવાની સલાહ આપી.પણ પછી તે માણસે કંઇક કથાવાર્તા માં કૈક ગરીબો પ્રત્યે દયા વિશે સાંભળ્યું હશે એટલે ખિસ્સા માં હાથ નાખી પાકીટ માંથી દસ રૂપિયા ની નોટ કાઢી પેલા ભિખારી ને આપી.ભિખારી એ એ નોટ ને કપાળ માં અડાડી થાળી માં મૂકી ને , આશીર્વાદ આપતો હોય એમ બોલ્યો , ભગવાન! તમારું ભલું કરે. ત્યારબાદ ઘડીક પેલા માણસે સમુ જોઈને