આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૦"સાહેબ, અમે પહેલાં તો હાબિદનો ખાસ માણસ જાયમલને શોધવાના છીએ અને તેની સાથે હીરાલાલની ડ્રગ્સની મોટી ડીલ કરાવવાના બહાને હાબિદ સુધી પહોંચીશું."ખેંગારે ધીમા સ્વરે તેમનો પ્લાન શોર્ટમાં કહ્યો"સાહેબ, હાબિદ અને તેના આકાઓ દરિયાઇ માર્ગ કરાચી અને દુબઇથી દરિયા માર્ગે શસ્ત્રો અને ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં પહોંચાડે છે. તેનો લિગ્નાઇટનો પણ બિઝનેસ છે. હાબિદ કચ્છની બોર્ડર પર કે રાજસ્થાનની બોર્ડર પર જ કયાંક મળી જશે પણ તેની પરફેક્ટ લોકેશન તેના ખાસ પંટર જાયમલને જ ખબર હોય છે." ગફુર કુંપાવત સાહેબની સામે જોઇને બોલ્યો."અને જાયમલ કયાં .."કુંપાવત સાહેબ બોલ્યા"તે તો અમદાવાદમાં જ શોધે મળી