રહસ્યના આટાપાટા - ભાગ 5

(150)
  • 6.3k
  • 6
  • 3.8k

જયારે નોકરાણી ભાનમાં આવી ત્યારે રાતના બે વાગી ચૂક્યા હતા. તેણે તરત પોલીસ બોલાવી. હત્યારો તો ક્યારનો ચાલ્યો ગયો હતો, પણ સજ્જનની લોહીલુહાણ લાશ રસ્તા વચ્ચે પડી હતી. જે દંડાથી તેમના પર હુમલો થયો હતો, તે ખૂબ જાડો હતો અને ભાગ્યે જ મળતા મજબૂત લાકડામાંથી બનાવાયો હતો. છતાં, તેનો દુરુપયોગ એટલી ક્રૂરતાથી થયો હતો કે તે વચ્ચેથી તૂટી ગયો હતો. બે ટુકડા થઈ ગયેલા દંડાનો એક ભાગ બાજુની ગટરમાં પડ્યો હતો અને બીજો ભાગ હત્યારો પોતાની સાથે લઈ ગયો હતો. સજ્જનના બટવા કે સોનાના પટાવાળી ઘડિયાળને હાઇડ અડ્યો ન હતો. અટરસનનું નામ - સરનામું લખેલું એક પરબીડિયું પણ ત્યાં