(પ્રકરણ – ૭) થોડીક ક્ષણોમાં વિજળી આવી. હોસ્પિટલની લાઈટો ચાલું થઇ. નર્સો તરત આઈ સી યુ માં દોડી ગઈ. બંધ થયેલ મશીનો રી-સ્ટાર્ટ. ઓક્સિજનના સીલીન્ડરના વાલ્વ ચેક કર્યા બધું જ વ્યવસ્થિત હતું પરંતું હતાં પ્રિન્સ અને ટોનીના ચહેરાં જે ખુલ્લા તે અત્યારે ઢાંકેલા હતાં જાણે શબ ધાક્યું હોય તેમ. નર્સે પ્રિન્સના ચહેરાં પરથી સફેદ બેડશીટ ખસેડી તો ચોંકી ગઈ. એનાં ચહેરાં ઉપર એક તમાચાનું લાલ નિશાન હતું. આશ્ચર્યચકિત થઇ એણે ટોનીના ચહેરાં પરથી બેડશીટ ખસેડી તો એનાં ગાલ ઉપર પણ તમાચાનું નિશાન હતું. એ ઘબરાઈ અને બહાર જઈ હેડ નર્સને વાત કરી. થોડીક ક્ષણોમાં હોસ્પિટલનો આખો સ્ટાફ બંનેના પલંગ પાસે