લીલી ચટણી

(42)
  • 2.6k
  • 3
  • 873

ધગધગતા તેલ ની અંદર કાચા સમોસા નાખ્યા અને કાચા સમોસા ધીરે ધીરે કલર બદલતા ગયા અને સુગંધ છોડતા ગયા એ સુગંધ સાથે મને યાદ આવી એ લીલી ચટણી ની જે સમોસા સાથે જગુ ભાઈ આપે છે ,જે બિલકુલ વધારા ની , સમોસા ના સ્વાદ સામે ચટણી ની કાંઈ વેલ્યુ જ નહીં, એટલા માટે લોકો એ ચટણી ને ક્યારેય સમોસા સાથે ખાતા જ નહીં . મારી સાથે પણ આજે તેવું જ થયું , સમોસુ એટલે રોહન અને લીલી ચટણી એટલે હું. એ વિચાર મને હેરાન કરતો હતો એટલા માટે મારા ખભે લટકતું બેગ મેં ખોળા માં લીધું અને એમાં થી ડાયરી કાઢી.