રાકાની હત્યાની જાણ થતાની સાથે જ સ્વયમએ પોતાનું હનીમુન ટુકાવ્યું અને પરત આવી ગયો. દ્રષ્ટીને પણ રાકાના જવાનો ગમ હતો, પરંતુ બીજી તરફ હવે તેને સ્વયમના જીવનું જોખમ લાગતા ગભરાઇ રહી હતી. સ્વયમ અને દ્રષ્ટી એરપોર્ટ પર આવતાની સાથે જ તેમને લેવા માટે આવેલી ચાર કાળી મર્સિડિઝમાંથી માણસો આવ્યા અને તેમનો સામાન લઇ તેમને એક પ્રકારનું સુરક્ષા કવચ આપી કાર સુધી લઇ ગયા. તેમની કારની આગળ અને પાછળ સુરક્ષા સાથે તેમને બંગલા પર લાવવામાં આવ્યા હતા. જ્યાં સફેદ ચાદર પર સફેદ કપડામાં રાકાનો મૃતદેહ લપેટાયેલો પડયો હતો. સ્વયમના માથેથી પણ ભાઇનો હાથ જતો રહેતા તે પણ અવાક બની ગયો હતો.