અભિસારિકા ભાગ-2

(28)
  • 5.2k
  • 3
  • 1.3k

આ બાજુ નસીબ જોગે અભિ અને સારિકા પ્રોજેક્ટ માટે પાર્ટનર બન્યા. આ જોઈને કોયલ ગુસ્સાથી ધુવાપુવા થઈને ક્લાસ માંથી જતી રહી. અભિ એને સમજાવા માટે ની પાછળ પાછળ ગયો. બહુ મનાવી ત્યારે એ , એ શરત ઉપર માની કે આ પ્રોજેક્ટ તૈયારી અભિ અને સારિકા પણ એના ઘરેજ કરશે. આમ કરવા પાછળનો હેતુ સારિકા અને અભિ ની મદદ કરવાનો નહીં પણ અભિ પર નજર રાખવાનો હતો. સાથે કંઈક ગોટાળો કરી અને અભિ અને સારીકા નો પ્રોજેક્ટ ખરાબ કરીને એ બંનેની વચ્ચે ખટરાગ પેદા કરવા માંગતી હતી. જેથી એ અભિ અને પોતાની વચ્ચે સારિકા ને આવવાથી અટકાવી શકે. નક્કી થયેલા સમય પ્રમાણે સારિકા હોસ્ટેલ થી નીકળી. રસ્તામાં જતા એ જે રીક્ષા માં બેઠી'તી રીક્ષા ખરાબ થઈ ગઈ. અને એણે ઉતરી અને બીજી રિક્ષાની રાહ જોવા લાગી.