અર્પિતા અરીસા સામે જઇ ઊભી રહીં...એ નીરસ નજર થી પોતાના પ્રતિબિંબ ને જોતી રહીં.શરીર પર પડેલા ઘા સ્પષ્ટ દેખાતા હતાં..ક્યાંક ક્યાંક તાજા પડેલા ઘા પર લોહી બાઝ્યુ હતુ ..એને અરીસા માં દેખાતા પોતાના કરમાઈ ગયેલાં પ્રતિબિંબ ને પ્રશ્ન પૂછયો... કોઈ કારણ વધ્યું છે તારા જીવતાં રેહવા નું?તારા શ્વાસ ભરવા નું?એક હવસખોર ની હવસ સંતોષવા સિવાય તારા જીવતાં રહેવાનું કોઈ બીજો ધ્યેય ખરો?રોજ દેહ અને મન પર પડતાં ઉઝરડા ગણવા સિવાય તારા શ્વાસ ભરવાનો કોઈ બીજો ઉદ્દેશ ખરો?અને જાણે એનાં પ્રતિબિંબ નો ઉત્તર ના માં હોઇ એમ અર્પિતા નાં ચેહરા નો હાવભાવ બદલાઇ ગયો..આંખો માં ફક્ત શૂન્યતા જ પ્રસરી ગઇ..એને એક એક ઘા પર હાથ ફેરવવા નું ચાલુ કર્યું.