મનસ્વી - 10

(85)
  • 4.2k
  • 6
  • 2.2k

સાગર પ્રત્યે મનસ્વીને શક પડવા માંડ્યો હતો. પણ જે રીતે સાગર સ્તુતિની સંભાળ રાખતો હતો એ જોતાં એ વિમાસણમાં પડી કે સાગર મારાથી કશું છુપાવતો હશે! કોઈ ગંભીર બિમારીનો ભોગ તો નથી બની ને સ્તુતિ? એ વ્યાકુળ થઈ ઉઠી. રૂમમાં લગાવેલી ભગવાનની છબી સામે હાથ જોડી પ્રાર્થના કરવા લાગી. એની આંખો છલકાઈ ઉઠી. એને લાગ્યું કે એ તદ્દન તદ્દન એકલી હતી. અત્યાર સુધી એ પોતાની સમસ્યા સાગર સાથે વહેંચતી, પણ આજે સાગર જ રહસ્યમય બન્યો, અને તે પણ એના કલેજાના ટુકડાની બાબતે.