" શું થયું? ચુપ કેમ થઈ ગઈ? સફળ લગ્નજીવન માટે આપણી પાસે ઘણી બધી ધારણાઓ છે. ફક્ત ધારણાઓ..પાયાવિહોણી ધારણાઓ કહી એ તો તદ્દન ખોટું તો ના જ કહેવાય. પ્રેમ અને લગ્ન ને ટકાવી રાખવા માટે કોઈ ધર્મ પર્યાપ્ત નથી. બે વ્યક્તિના મનનો મનમેળ આવશ્યક છે . અને જો એવું ના હોત તો આટલા લગ્ન બાહ્યેત્તર સંબંધો ના હોત . ગોઠવાયેલા લગ્ન માં પણ વડિલો નાં પસંદ ની કન્યાને ઘરમાં લાવ્યા પછી પણ દહેજ માટે ત્રાસ આપવો અને કેટલાક કિસ્સાઓમાં મારી પણ નાખે છે. બાળક ના થવાના લીધે કે ફક્ત પુત્રીને જન્મ આપવા નાં લીધે આપેલા ત્રાસ