રાવણ નું ગોત્ર પણ દેવગણ હતું અને સોમ નું પણ ગોત્ર દેવગણ છે . રાવણ અને સોમ બંનેના પિતા બ્રાહ્મણ છે બીજું સોમ ની માતા ના છેડા રાવણ ની માતા કૈકસી ને અડે છે . તેની માતા એજ જાતિની છે જે જાતિની કૈકસી હતી. ધીરજે કહ્યું એટલે કે તેની માતા રાક્ષસ જાતિની છે. જટાશંકરે ધીરેથી હસીને કહ્યું કે રાક્ષસ એટલે કથાઓ માં આવે તેમ બિહામણા નહોતા . રાવણે પાંચ જુદી જુદી જાતિઓ ને ભેગી કરીને રક્ષ સંસ્કૃતિ ની સ્થાપના કરી હતી તેથી તેઓ રાક્ષસ કહેવાયા. રાવણ ચાર વેદ નો અને પાંચ કળાઓ નો જાણકાર હતો તેથી તેને દશ મસ્તક છે