ભોપી - હું છું મારી શોધ મા

  • 4.2k
  • 3
  • 1.3k

હું એટલે સાત રંગમાં ફેલાયેલો એક સ્ત્રીનું આકાશ...!!! એક સ્ત્રી માટે હું શું હોય શકું ? પતિ-પ્રેમી-પિતા કે દોસ્ત? મારા સંતાનનો પિતા? એનાં નામની પાછળ લખાતું દિવાલ જેવું અડીખમ નામ? એક દોસ્ત-જે પ્રેમી બન્યો અને પછી પતિ? હાથમાં દર મહિને આપી દેતો ઘર-ખર્ચની રકમ? સોલિટેરની ગિફ્ટ? લાઇફ ઇન્સ્યોરન્સ, મેડિક્લેમનાં પ્રિમિયમ્સ વચ્ચે વહેંચાઇ જતો, ઘર-ઓફિસની લોનનાં હપ્તા વચ્ચે ખર્ચાઇ જતો, મ્યુચ્યુઅલ ફંડ કે શેર માર્કેટમાં તેના નામે રોકાણ કરતો અને તેને સલામતી આપી શકું એટલે કમાયેલું ઘર-ઓફિસ તેના નામ પર કરી દેતો એક મર્દ? હું એક મેઘધનુષ હતો . મારી પાસે સાત રંગ છે અને આ સાત રંગ દ્વારા મે તેના