મનસ્વી - 9

(78)
  • 4.6k
  • 3
  • 2.4k

સ્તુતિનું નામ લખેલી ડૉ.આકાશ સાહુની ફાઇલ સાગરના કબાટમાં …? એ પણ એની ખૂબ અગત્યની ફાઈલો સાથે ! મનસ્વીને નવાઈ લાગી અને આઘાત પણ. સાગરે આ નવા ડોક્ટરને ક્યારે બતાવ્યું? મને વાત પણ ન કરી? ફાઈલ હાથમાં લઇ અંદરના રિપોર્ટ્સ જોતાં જ એનું આશ્ચર્ય અને આઘાત બેવડાયા. આ રિપોર્ટ્સ મનસ્વી પાસે હતા એ રિપોર્ટ્સ કરતાં તદ્દન જુદું જ કહેતા હતા. સાગર સ્તુતિને બીજા ડોક્ટર પાસે લઈ ગયો? કેમ, ક્યારે, કેવી રીતે વગેરે વિષે અનેક પ્રશ્નોના વર્તુળમાં ઘેરાતી મનસ્વીને ચક્કર આવી ગયા જાણે! સ્તુતિના પેટનો એક્સ-રે કરાવેલો એ પણ હતો એમાં. મનસ્વી વધુ આગળ ફાઈલ જોવાનું કરે તે પહેલાં જ એના નામની બૂમ સંભળાઈ.