આત્મા એ ફેંકેલો કબાટ મુક્તિ અને મંથન તરફ આવી રહ્યો હતો. મંથન એ એમાં ચપળતા દાખવી. અને મુક્તિ ને લઈને ખસી ગયો. જેથી કબાટ દીવાલ સાથે અથડાયું અને તુટી ગયું. મંથન એ મુક્તિ ને ઊંચકી લીધી કેમ કે તેનાં પગ માં વાગ્યુ હોવાથી દોડી ન હતી શકતી. મંથન ઝડપથી મુક્તિ ને લઈને રુમ ની બહાર નીકળી ગયો અને બહાર નીકળતી વખતે એ રુમ માં લાગેલુ તાળુ તેને પગ માં અાવ્યું. જે તેણે તોડી નાંખ્યુ હતું. તે ઝડપથી બહાર નીકળ્યો. મુક્તિ ને સોફા પર બેસાડી ઓફીસ માં રાખેલી ગણપતિ ની મૂર્તિ માં પેરાવેલો હાર તેણે દરવાજે બાંધી દેવા ગયો. મંથન દરવાજે