આ વખતે અહેમદાબાદ ની મુલાકાત લેવાનો વારો હતો નિર્ભયનો , અને કારણ હતું સૌથી મોટું કોન્ટ્રાક્ટ લેવાનું. બજાજ ગ્રુપ ઓફ કંપનીનુ કાર્ય હતું ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવાનું અને આ વખતે ડીલ કરવાની હતી રોયલ ગ્રુપ ઓફ મેમ્બર જોડે. રોયલ ગ્રુપ ઓફ મેમ્બર નો કોન્ટ્રાક્ટ લેવા હરવર્ષે લોકો પડાપડી કરતાં પરંતુ દરવખતે આ કોન્ટ્રાક્ટ કોહલી બ્રધર ને જ મળતો.કોહલી બ્રધરના કરતાં ધરતા એટલે અભય કોહલી અને આકાશ કોહલી હતા.કોહલી બ્રધર એ અહેમદાબાદની અંદર ઇમ્પોર્ટ એક્સપોર્ટની લાઇન માં બહુ મોટું નામ હતું. આમતો આ બિજનેસ બને ભાઈઓ સાથે મળી ની ચાલુ કરીયો હતો , પરંતુ થોડા જ વર્ષો પહેલા આકાશ કોહલી નું હદયરોગ ના હુમલા ના કારણે દેહાંત થઈ ગયું હતું અને હવે આ બિજનેસ અભય કોહલીની સાથે આકાશ કોહલી ની એક ની એક દીકરી પ્રિયા જોડાયેલા હતા.