રાધાચિત્ર

(30)
  • 2.8k
  • 4
  • 1.1k

પરબ્રહ્મ પરમાત્મા પ્રભુ શ્રી કૃષ્ણ એકલા જ સૃષ્ટિ કરવાનાં વિચારમા હતાં. પરંતું તેમનો પ્રયત્ન નીષ્ફળ રહ્યો. તયારે પ્રભુએ સ્વેચ્છાથી પોતાની રુચિ અનુસાર પોતાના વિગ્રહને બે ભાગોમા વિમુકત કર્યા. જેનાં વામાંશ ભાગને સ્ત્રી કહેવામા આવી, અને દક્ષિણાશ ભાગને પુરુષ. એ સનાતન પુરુષએ દિવ્ય સ્વરુપીણી સ્ત્રીને જોવા લાગ્યો. તેણીનાં સમસ્ત અંગો ખૂબ જ સુન્દર હતાં , વિકસતા કમળની સમાન તેની કાન્તિ હતી, તેમનાં ગોરા ચરણો રાતા કંકુનાં ચક્રો વર્તતા હતાં. બન્ને શ્રેષ્ઠ નિતંબ ચંદ્રમાના વિમ્બને તિરસ્કૃત કરી રહ્યાં હતાં. સુન્દર ઉદર પ્રાંત પુષ્પોનાં હારથી સુશોભિત હતાં. ક્ષીણ કટીપ્રદેશ પ્રભુનાં મનને મંત્રમુગ્ધ કરી રહ્યો હતો. શ્રીફળ આકારની તુલના કરવા વાળા બે મનોહર ઉરોજ શ્વેત પુષ્પોનાં હાર વડે શોભા પામતા હતાં. એ અસીમ સુંદરી એ દિવ્ય સ્વરુપ ધારણ કર્યું હતુ.