“જુઓ તમારે મારી આગળ પાછળ ફરવાની જરૂર નથી. મને રસોઈ કરતા આવડે છે.” ધ્વનીનો પારો આજે ફરીથી ઉપર હતો. “પણ, આ ઘર તારા માટે નવું છે એટલે. પછી સોમવારથી હું નોકરીએ ચડી જઈશ પછી તને તકલીફ ન પડે એટલે...” હર્ષલે ધ્વનીને સમજાવવાની કોશિશ કરી. “તકલીફ તો તમે મને દીદીને ભગાડી દીધી ત્યારથી જ પડવા લાગી હતી એટલે now please, મને મારું કામ કરવા દો.” ધ્વની કઢાઈ શોધતા બોલી. “જો, મમતાને ભગાડવામાં મારો કોઈજ હાથ ન હતો. એ એનો નિર્ણય હતો. હું પણ છેક સુધી અંધારામાં જ હતો.” હર્ષલ ધ્વનીની પાછળ પાછળ ફરતા બોલ્યો. “તમને એમ લાગે છે કે મારામાં અક્કલ