ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની મર્યાદાઓ

  • 7.2k
  • 1
  • 1.9k

હા, હવે કોઈકને યાદ આવશે કે અરે ! આ તો પેલા ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક (પ્રકૃતિવિદ કે જીવ વિજ્ઞાની) ચાર્લ્સ ડાર્વિનની ખોજ ! અરે હા, એજ સફેદ દાઢી વાળા - વૃદ્ધ માણસ કે જે યુવાનીમાં ફરવા માટે વિદેશ ગયા હતા અને ત્યાં પણ પોતાની તીક્ષ્ણ બુદ્ધિની મદદથી અનેક જાતિ-ઉપજાતિઓનું અવલોકન કરી આવ્યા. સમય જતાં એક અદભુત સિદ્ધાંત જગત સમક્ષ મુક્યો : જે સિદ્ધાંત આજે 'ઉત્ક્રાંતિવાદ'નામે ઓળખાય છે ! બરોબર ને ? જો કે, ચાર્લ્સ ડાર્વિન વિશે ઘણા બધાને આટલાથી વધુ ખબર હોતી નથી. પણ આજે એમના વિશે અચાનક વાતો શું કામ કરવાની ? કેમ, આ વસ્તુ રસપ્રદ નથી ? અરે, આનાથી વધુ કોઈ INTERESTING ટોપિક ના હોઈ શકે !