તમાચો - 5

(66)
  • 3.1k
  • 7
  • 1.7k

(પ્રકરણ – ૫) રસ્તા ઉપર જામ લાગી ગયો હતો. પોલીસની ગાડીઓ, ક્રેન મશીન, એમ્બ્યુલન્સ અને પ્રાઇવેટ વાહનો ઉભાં હતાં. બધાની નજર રસ્તાની બાજુમાં આવેલ ખાઈમાં હતી. બચાવના સાધનો આવી રહ્યાં હતાં – દોરડા, ચેન-કપ્પા, સાંકળો વગેરે. એક જીપગાડી રસ્તાની બાજુમાં આવેલ ત્રીસ ચાલીસ ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી પડી હતી. ગાડીની સ્પીડ વધારે હતી એનું અનુમાન રસ્તાની બાજુની તૂટેલ રેલીંગથી આવતો હતો. સફેદ કફની પાયજામાવાળાની ભીડથી લાગતું હતું કે કોઈ વગદાર કુટુંબનાં કુટુંબીઓને અકસ્માત થયો હશે. બચાવ કાર્ય ખૂબ જોરમાં ચાલું હતું. પહેલી એક લાશ ઉપર લાવવામાં બચાવ ટીમ ને કામયાબી મળી. રસ્તાની બાજુમાં લાશને મૂકી તેઓ પાછાં નીચે બીજી બોડીઓ