લંકા દહન

(38)
  • 5.5k
  • 5
  • 2.3k

“કોઈ અટવાઇયેલ જીવાત્મા છે,જીવનની ઘટમાળના ઘટના ચક્રના વેગ સાથે સમતુલન નહિ જાળવી શકવાથી આ જીવ અકળાયેલ જણાય છે, હે સાધકો એને મારા અંગત નિવાસસ્થાને લઈ જાવ.એનું કલ્યાણ મારા હાથે નિર્મિત થયું હોઇ તે કાળે ક્રમે અહીં આવી ચડ્યો છે,એને મ દુભવશો ઓહો ! સાધકો અને સેવકો સહિત આજુબાજુ ચાલી રહેલું ભક્તવૃંદ મહારાજની નિર્મળ અને વ્હાલથી ભરી ભરી મધુર વાણી સાંભળીને અભિભૂત થઈ ગયું.કેટલાકના તો મોં ખુલ્લા જ રહી ગયા અને મહારાજને તાકી રહ્યા. એ લોકો જાણે કે બગી ઉપર સાક્ષાત ભગવાનને બિરાજેલા જોઈ રહ્યા હતા. કેટલા મહાન છે આપણા ગુરુ ! એક ભિખારી જેવા ભટકેલ અને ખુદ પોતાને ગાળો આપનારનું પણ કલ્યાણ કરશે.