ચાલો કુદરતની કેડીએ ભાગ 1

  • 5.1k
  • 1.6k

પ્રકૃતિ પર આપણે એટલો બધો આધાર રાખીએ કે પુથ્વીના પર્યાવરણીય સંસાધનોનું રક્ષણ કર્યા વગર આપણે જીવી શકીએ નહીં. એટલે આપણી સંસ્કૃતિમાં પર્યાવરણને પ્રકૃતિ માતા તરીકે ઓળખીએ છીએ. અને પ્રકૃતિ રક્ષણ અને આદર કરવો એ આપણી આજીવિકાની રક્ષા માટે ખૂબ જરૂરી છે. આપણી કથાઓ અને વાર્તાઓ, પુરાણો અને પ્રસંગોમાં પર્યાવરણનું જતન કરવા પેરણા તરફ ઇશારો કરે છે. આપણી ધાર્મિક વિધિઓ અને રોજિંદા કાર્યોમાં પણ પ્રાણી તેમજ પર્યાવરણ વણી લેવામા આવ્યું છે. દરેક ધર્મમાં એક જ વાત કહી જીવ માત્રની રક્ષા કરવાનું અને પંચમહાભૂતનું રક્ષણ કરવનો સંદેશ આપે છે. આપણે દરેક કુદરતી પરિબળોના રક્ષણ કરીએ તે માટે આપણા શસ્ત્રોએ દેવી -દેવતાઓનું સ્વરૂપ આપ્યું છે. વાયુના પવન દેવ, જળના વરૂણ દેવ, જંગલના વનદેવ, પૃથ્વી માટે ધરતીમાં, સમુદ્રના દરિયાલાલ આવું દરેક ધર્મમાં સ્વરૂપ આપી પર્યાવરણ સંરક્ષણની વાત કહી છે.